બનાસકાંઠા જીલ્લા પોલીસવડા દ્વારા તા.01/05/2023 ગુજરાત સ્થાપના દિને બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના થરાદ ડિવિઝનમાં મહિલાઓને તાત્કાલિક મદદ મળે તે હેતુસર 181 અભયમ મહિલા હેલ્પલાઇન માટે નવી ગાડીની ફાળવણી કરવામાં આવી છે.૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન મહિલાઓની સુરક્ષા તથા મહિલા સશક્તિકરણના વિશેષ હેતુથી શરૂ કરવામાં આવેલ છે. કોઈપણ મહિલા ઘરેલું હિંસા સહિતની વિવિધ અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં બચાવ માટે તેમજ કાઉન્સેલિંગ કે માર્ગદર્શન માટે પણ ગુજરાત પોલીસની ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે. થરાદ ડિવિજનમાં કાર્યરત ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા હોસપોટ તેમજ ઘણી મહિલાઓને ભેગા કરી ડેમો ગોઠવી મહિલાઓને તેના વિશે માહિતી આપી જાગૃત કરી રહી છે.૧૮૧ ટીમ વધુમાં વધુ ડેમો ગોઠવી વધુમાં વધુ માહિતી મહીલાઓ સુધી પહોંચાડી રહી છે.આ કામગીરીમાં ORC વર્ષાબેન ઓળકિયા, WPC અમિયાબેન,WPC કમળાબેન તેમજ ૧૮૧ ગાડીના પાયલોટ અમરતભાઈ ડાંગી જોડાયા હતા.