ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા ડેડોલ ગામે 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચે એક યુવક ભગાડી ગયો છે. ભીલડી પંથકમાં ભાગીયા તરીકે ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરી ગુજરાન ચલાવતા પરિવારની મોભી 16 વર્ષીય સગીરા રોજ રાત્રિના નવેક વાગ્યે જમી પરવારી ખેતરમાં આવેલા મકાનની બાજુના ઢાળીયામાં સુઈ ગઇ હતી. જ્યારે રાત્રિના સગીરાના પિતા ખેતરમાં આંટોફેરો ખેતરમાં મારવા નીકળ્યા ત્યારે ઢાળીયામાં સગીરા દેખાઈ ન હતી. જેથી પરિવારજનોએ આજૂબાજૂના ખેતરમાં શોધખોળ હાથ ધરતા કોઈજ ભાળ મળી નહીં.ત્યારબાદ રાજસ્થાનના સાંચોરનો એક યુવક સગીરા સાથે સંબંધ રાખવા માંગતો હતો જેથી દીકરીને લગ્ન કરવાના ઇરાદે યુવક લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની શંકા જતા સગીરાના પરિવારજનો ભીલડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરી છે.