ભગવો રંગ જે સનાતન હિંદુ ધર્મ અને સંસ્કૃતિ નો સદા વંદનીય રંગ છે જેનું ઘોર અપમાન થઈ રહ્યું છે.જેને લઈને શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મ પઠાણ નો બહિષ્કાર કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સાથે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું.જેમાં આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન સાથે એક ફિલ્મી ગીત દર્શાવવામાં આવ્યું છે કે જેમાં ભગવા કલરના બિકીની અને વલગર કપડા પહેરી દીપિકા પાદુકોણ સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કરી રહી છે ગીતના શબ્દો પણ બે શર્મ રંગ એટલે કે ભગવો રંગ શરમ વગરનો છે આ જ તાત્પર્ય થાય તો આવા અભિનેતાઓ સામે હિંદુ સમાજ તેમજ હિન્દુ સંસ્કૃતિ અપમાન કરવામાં આવે છે.જેથી સનાતન હિંદુ ધર્મ અને લોકોની લાગણી દુભાવનાર ફિલ્મ બહાર પાડનાર પ્રોડ્યુસર, ડાયરેક્ટર ,એક્ટર કે એક્ટ્રેસ કોઈપણ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુજરાતમાં કે ભારતના અન્ય રાજ્યોમાં ના ચાલવા દેવું જોઈએ અને સદંતર તેનો બહિષ્કાર કરવા તેમજ ગુજરાત તેમજ દેશ માં આ ફિલ્મ રિલીજ કરવામાં ના આવે તે હેતુ થી આવેદન પાઠવાયું હતું