બનાસકાંઠા જિલ્લામાં ફરી હવામાન વિભાગે તારીખ 30 થી 2 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અગાઉ પણ હવામાન વિભાગની આગાહી મુજબ સતત બે દિવસ કમોસમી વરસાદ તથા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બીજા નંબરનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ જેમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને અગાઉ હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થયો હતો જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પટેલ ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી કમોસમી વરસાદના કારણે પડી જવાના કારણે મોટુ નુકશાન થયું હતું ત્યારબાદ હવામાન વિભાગે ફરી તારીખ 30 થી બે તારીખ સુધી ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે
તેને લઈને ડીસા માર્કેટયાર્ડ ના સેક્રેટરી અમૃતલાલ જોશીએ સોશિયલ મિડીયા દ્વારા તેમજ માર્કેટયાર્ડમાં તમામ વેપારી તેમજ ખેડૂતોને વરસાદ થી તમામ પોતાનો માલ સેડ ની અંદર ખસેડવા ની સુચના આપી દીધી છે.અને આજે 30 તારીખ છે.પરંતુ ડીસા માર્કેટયાડમાં ખેડૂતોનો તેમજ વેપારીઓ નો માલ ખુલ્લી જગ્યા માં જોવા મળી રહ્યો છે.અને જો કમોસમી વરસાદ થશે તો ફરી ડીસા માર્કેટયાડ માં મોટું નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે…
ડીસા :મહાવીર શાહ