વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારનાં જ તમામ વર્ગનાં કર્મચારીઓ ઠેર ઠેર આંદોલનો કરી પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યાં છે.ત્યારે ગત મંગળવારથી સરકારી વીજ કંપનીનાં ટેક્નિકલ કર્મચારીઓએ પણ સરકાર સામે બાયો ચઢાવી છે.મળતી માહિતી મુજબ ટેક્નિકલ કર્મચારીઓનાં સંગઠન ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ ગુજરાત એનર્જી એમ્પોઈઝ ટેક્નિકલ એસોસિએશન અને ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ સંગઠનની બનેલી ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિએ ટેક્નિકલ કર્મચારીઓ માટેની માંગણીઓ રાજ્ય સરકારે નહિ સ્વીકારી હોવાથી 26મી સપ્ટેમ્બરથી આંદોલનની ચીમકી આપી હતી એ મુજબ કાર્યક્રમો થશે.કર્મચારીઓનાં જણાવ્યાં મુજબ 26મી સપ્ટેમ્બરે કર્મચારીઓ મૌન વ્રત ધારણ કરશે 27થી29 સપ્ટેમ્બર દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તથા પોતાની કચેરીની બહાર સુત્રોચ્ચાર પણ કરશેતા 3થી 8 ઓક્ટોબર સુધી કર્મચારીઓ 8 કલાકથી વધારે કામ નહીં કરે અને એ પછી સરકાર માંગણીઓ નહિ માને તો 17મી ઓક્ટોબરે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે આમ વાવ ખાતે આવેલ જીઈબીનાં કર્મચારીઓ પણ રાજ્ય સરકાર સામે વિવિધ માંગણીઓને લઈને આંદોલનમાં જોડાયા છે..