બનાસકાંઠા ના દિયોદર તાલુકામાં આજે રવિવારે વીકે વાઘેલા, આદર્શ હાઇસ્કુલ, સરકારી, મોર્ડન શાળા, જીવી વાઘેલા કૉલેજ ખાતે પરીક્ષા કેન્દ્રો ઉપર બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે પરીક્ષા કેન્દ્રઓ ઉપર ઉમેદવારો સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યે શાંતિ પૂર્ણ માહોલમાં પરિક્ષા સંપન્ન થઇ હતી .અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થી આવેલા ઉમેદવારો માટે વિવિધ વર્ગ ખંડ ઉપર પરીક્ષાઓ યોજાઈ. જિલ્લાના 206 કેન્દ્રો ઉપર યોજાઈ પરીક્ષા.તો દિયોદર તાલુકામાં અલગ અલગ 27 કેન્દ્રઑ પર પરીક્ષાઓ યોજાઈ, પેપર ભાષા, ઇતિહાસ ના પ્રશ્નો સરળ તો ઇંગલિશ, ગણિત થોડું અઘરું જોવા મળ્યું. બેસનાર ઉમેદવાર ની સંખ્યા થી મેરીટ ૯૦ માર્કસ સુધી બેસી શકે એવું ઉમેદવારો જણાવે છે. ત્યારે પરીક્ષા વર્ગ ખંડ માં ઉપસ્થિત ઉમેદવારો એ મોબાઈલ ફોન કે બીજા કોઈ ઇલેક્ટ્રીક ઉપકરણો ના લઈ જવા કડક અમલ કરવા સૂચના અપાઇ .પરીક્ષાને લઇને પોલીસ બની સજ્જ , તો, તમામ કેન્દ્રો પર સીસીટીવી થી બાજ નજર થી પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન