બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા ની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારની જાહેરાત કરે તેવી લાગી રહ્યુ છે.ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટી માં ઉમેદવારી ને લઈને ખેંચતાણ જોવા મળી છે.ત્યારે સુઈગામ તાલુકા ના લીંબાળા ગામના રણછોડબા પગી ના સ્મારક સમારોહ તથા શિવલિંગ પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ અગ્રણી અને માલધારી સમાજ ના ઠાકરશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે આપણી વચ્ચે બનાસના બેન ગુલાબના બેન ગેનીબેન નું સ્વાગત કરું છું.
વધુ માં તેમણે કહ્યું હતું કે રણછોડબા પગીએ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું હતું. બલિદાન આપ્યું અને તેના વારસદાર તરીકે તેજ માલધારી સમાજના દીકરા તરીકે હું પણ માલધારી સમાજના દીકરા તરિકે ગૌરવ થાય છે.કે આ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું.ત્યારે આજે મારા પક્ષ માટે મારે બલિદાન આપવું પડી રહ્યું છે.અને તેમનાજ વંશજ તરીકે પર્ણ આપુ છું.ત્યારે ગૌરવ છે કે આ સમાજે હર હંમેશા બલિદાન આપ્યાં છે.પણ વડવાળા અને વાળી નાથ ને પ્રાથના કરું છું કે મને અને મારા સમાજ ને સક્ષમ બનાવી ભવિષ્યમાં કોઈ પક્ષ કે વ્યક્તિ આપણને ચૂંટણી જીતવામાં કમજોર ના માને તેવી સમાજ શક્તિ પેદા કરે તેવી વિનંતી કરી હતી.તેમના આ પ્રવચનમાં નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી.
આજ ના આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, કે.પી.ગઢવી,કાનજીભાઈ રાજપૂત,સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા