અંબાજીના ખોડી ભલી સર્કલ થી ગબ્બર શક્તિપીઠ માર્ગ 51 શક્તિપીઠ સર્કલથી જૂના નાકા સુધી અંબાજીના છ જેટલા માર્ગોને કલેક્ટરને જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે અંબાજીમાં આવતા લાખો યાત્રિકોને અગવડ ન પડે અને ટ્રાફિક સમસ્યાની પરિસ્થિતિ ન સર્જાય તે હેતુથી જાહેરનામાનો અમલ થશે નો પાર્કિંગ ઝોનમાં કોઈ વાહન પાર્ક કરશે તો તેની સામે કાયદાકીય અને દંડનીય કાર્યવાહી પણ થશે અનેક વાર અંબાજીમાં ટ્રાફિક સમસ્યા સર્જાયા હોવાના બનાવ બનતા હોય છે અને જેને લઈને યાત્રાઓની તકલીફ પડતી હોય છે જોકે હવે જાહેરનામાના અમલીકરણ બાદ ગુજરાત ભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે મુશ્કેલીઓને સામનો નકરવો પડે તે હેતુથી પોલીસ પણ આ જાહેરનામાનો અમલ કરાવશે..

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર તરફ જતો માર્ગ અને ૫૧ શક્તિપીઠ તરફ જતા માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ થી ટ્રાફિકની સમસ્યા સર્જાવાના કારણે યાત્રાળુ ને તકલીફનો સામનો કરવો પડે છે પરંતુ કલેક્ટરના જાહેર નામા અમલીકરણ બાદ હવે આ સમસ્યાનો સામનો શ્રદ્ધાળુઓને નહીં કરવો પડે અને યાત્રાળુઓ સુરક્ષિત અને શાંતિપૂર્ણ યાત્રા કરીને મા અંબાના દર્શન કરી શકશે