ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમતવાળી સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે, જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.
હવે વધુ રાહ નહીં જોવી પડે વેક્સિન માટે:નરેન્દ્રભાઈમોદી
ભારતની 3 અલગ અલગ વેક્સિનની ટ્રાયલ અલગ તબક્કામાં છે. એક્સપર્ટનું માનવું છે કે વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે. માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડાંક સપ્તાહમાં વેક્સિન તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળતાંની સાથે જ ભારતમાં વેક્સિનેશન શરૂ કરી દેવાશે. પહેલા તબક્કામાં કોને વેક્સિન લગાવાશે એ અંગે પણ કેન્દ્ર રાજ્યોનાં સૂચન પર કામ કરી રહ્યું છે. પ્રાથમિકતા હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને પહેલાંથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા વુદ્ધોને આપવામાં આવશે.