આજરોજ ડીસા તાલુકાના ગોઢા ફાટક પાસે નીલગાય ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી આજે ડીસા તરફથી પુરપાટ ઝડપે ગોઢા ફાટક તરફ આવી રહેલ ટ્રેનની સામે ફાટક પાસે દોડવા છતાં નીલગાય ટ્રેનની અડફેટે આવી ગઈ હતી ટ્રેનની ટક્કર લાગતા નીલગાય દૂર સુધી ફેકાઈ હતી જેથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી ટ્રેનની ટક્કર લાગતા તે ફાટકની સાઈડમાં તડપી રહી હતી તેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ તાત્કાલિક ડીસા રાજપુર પાંજરાપોળ નો સંપર્ક કર્યો હતો જેથી રાજપુર પાંજરાપોળ ખાતે ફરજ બજાવતા મકશીભાઈ રબારી તાત્કાલિક ગોઢા રેલવે ફાટક એમ્બ્યુલન્સ લઈને દોડી આવ્યા હતા અને ટ્રેનની અડફેટે આવેલ ઇજાગ્રસ્ત નિલગાયને સારવાર અર્થે ડીસા રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી.