બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. એટલું જ નહીં, ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હોવાની રજૂઆત સામાજિક કાર્યકર ઇન્દ્રવદન બારોટ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ,તેમજ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ અધ્યક્ષશ્રી ,ભારત સરકાર તેમજ બનાસકાંઠા એસ.પી .અક્ષયરાજ મકવાણા તેમજ થરાદ dysp એસ.એમ .વારોતરીયા સહીત પ્રાંત કલેકટર થરાદ ને કરવામાં આવી હતી.જે અનુસંધાને રાષ્ટ્રીય અનુસૂચિત આયોગે કલેકટર તેમજ બનાસકાંઠા પોલીસ વડાને નોટીસ સાથે જવાબ માંગ્યો હતો.
જેને લઈને આજ રોજ વાવ મામલતદાર કચેરી ખાતે પ્રાંત કલેકટર સહીત થરાદ dysp એસ.એમ.વારોતરીયા તેમજ સુઈગામ પી.એસ.આઈ ,એચ.એમ.પટેલ તેમજ એટા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચ અને શિવ મંદિર મહોત્સવના આયોજકો નો જવાબો લેવામાં આવ્યા હતા.
શિવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં આગ્રહ હોવા છતાં નાણા સ્વીકાર્યા નથી : સરપંચ એટા

જેમાં એટા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચે લેખિત જવાબ આપતા જણાવ્યું હતું.કે શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં અનુ જાતી સમાજ ના લોકો નો આગ્રહ હોવા છતાં એક પણ રૂપિયો મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વીકારવા આવ્યો નથી.તેમજ મામલતદાર કચેરી ની પરવાનગી વગર પ્રશાશન દ્વારા ૩ પી.એસ.આઈ સહિત Dysp સહીત ની હાજરીમાં શિવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ રાખવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ ના ૧૫ દિવસ થી સતત રાષ્ટ્રીય સંયોજક રધુવીર સિંહ જાડેજા તેમજ RSS દ્વારા સંપર્ક કરી સમજાવ્યા છતાં પ્રતિષ્ઠા મહોત્સવ માં નાણા સ્વીકાર્યા નથી તેમજ અનુ.જાતિ નો સંપૂર્ણ બહિસ્કાર કરેલ છે.
શિવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના કમિટી એ નક્કી કર્યું હતું કે હવે આપડે કોઈ નો પણ ફાળો લેવો નથી : આયોજક

જોકે સમગ્ર મામલે શિવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આયોજક ભલાભાઈ ઈશ્વરભાઈ દૈયા એ જણાવ્યું હતું કે ૬ ,૭વર્ષ થી મંદિર નું કામ કાજ ચાલતું હતું.તેમણે ફાળો ક્યારેય આપ્યો નથી વધુ માં કહ્યું હતું કે ચઢાવા પછી અમે કોઈનો ફાળો સ્વીકાર્યો નથી.અને ત્યારબાદ આ લોકો આવતા અમારી કમિટી એ નક્કી કર્યું હતું કે હવે આપડે કોઈ નો પણ ફાળો લેવો નથી.તેનો અમે ગામ લોકો એ કોઈ તિરસ્કાર કર્યો નથી બીજો અન્ય કોઈ બાબત નો અમારા ગામમાં પ્રશ્ન નથી
શિવ મંદિરપ્રતિષ્ઠા મહોત્સવના આયોજકો પોલીસે નજર કેદ કરી પૂછ પરછ હાથધરી

જોકે આ સમગ્ર મામલે હાલ તો સુઈગામ પોલીસ પી.એસ.આઈ એચ.એમ.પટેલે હાલ તો આ શિવ મંદિર મહોત્સવના આયોજકો ને નજર કેદ કરી વધુ તપાસ હાથધરી છે.
વધુ માં સુત્રો પાસે થી મળતી માહિતી અનુસાર આ શિવ મંદિર મહોત્સવના આયોજકો વિરુધ એક્રોસીટી એકટ મુજબ ગુનો દાખલ થશે તેવું જાણવા મળ્યું છે.