થરાદના નાનોલ ગામે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

એબીવીપી થરાદ શાખા, મહાવીર ગ્રુપ થરાદ તેમજ નડેશ્વરી હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.

થરાદ તાલુકાના નાનોલ ગામે શનિવારે હાડકાના રોગ નો મફત નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં હાડકાના દર્દીઓ એ તેનો લાભ લીધો હતો

થરાદ તાલુકાના આંતરિયાળ નાનોલ ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) થરાદ શાખા, મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ(મહાવીર ગ્રુપ) થરાદ અને નડેશ્વરી હોસ્પિટલ થરાદ ના સંયુક્ત ઉપક્રમે હાડકા ના રોગનો મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૫૦ થી વધુ લોકોએ ગામમાં તેનો લાભ લીધો હતો આ કેમ્પમાં દવા ગોળી પણ મફતમાં આપવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગ નો પણ સારો સહયોગ મળ્યો હતો તેમજ બ્લડ ડોનેશન માં પણ લોકોનો સારો સહયોગ મળ્યો હતો જેમાં ગામના જાગૃત યુવા મહેન્દ્રભાઈ ચૌધરી(A.I) દ્વારા બ્લડ આપી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કરાયો હતો બાદમાં શિક્ષણ વિભાગ,પોસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ પણ બ્લડ ડોનેટ કર્યું હતું તેમજ કે.વી.પટેલ(પડાદર) જેઓ એ ૧૦૧ મી વખતનું આ કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યું હતું

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોષી(નાનોલ), પ્રકાશભાઈ સુથાર તેમજ નડેશ્વરી હોસ્પિટલ થરાદ ના ડૉ. હિતેન્દ્રભાઈ શ્રીમાળી તેમજ તેમનો સ્ટાફ, મહાવીર ગ્રુપ થરાદ ના સભ્યો તેમજ નાનોલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અણદાભાઈ.એન.પટેલ,શાળાના શિક્ષક પિયુષભાઈ પટેલ,ઉંદરાણા પોસ્ટ માસ્ટર પીયૂષભાઈ ગલસર,નાનોલ એ.આઈ કર્મચારી મહેન્દ્રભાઈ ચૌધરી, આરોગ્ય વિભાગમાંથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સુરેશભાઈ પરમાર, શિવાંગીબેન પટેલ, ફિમેલ હેલ્થ વર્કર ગોમતીબેન રાજપૂત, આશાવર્કર નીલાબેન ધૂમડા તેમજ નિધિ બ્લડ બેન્ક માંથી શૈલેષભાઈ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version