થરાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત ઉપર નગરપાલિકા ચીફ ઓફિસરની લાલા આંખ

હવે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ  120 માઇક્રોનથી ઓછા અને રિસાઈકલ ન થઈ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા માં થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માલી ની સૂચના મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત આજ રોજ સેનીટેશન શાખાના ક્લાર્ક ભમરસિંહ પરમાર  દ્વારા બજારમાં ચેકીંગ દરમિયાન ખેરુભાઈના ખાંચામાં સલીમભાઈ મેમણ ની દુકાન માં તપાસ કરતા તેમની દુકાનમાંથી 70 કિલો પ્લાસ્ટિક નો જથ્થો મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યો હતો તથા કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિકનું વેચાણ કરશે કે સંગ્રહ કરશે અને પ્લાસ્ટિક ના ઝભલા માં વસ્તુ આપશે તો તે જપ્ત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણાવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *