ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વાત કરીયે તો આજે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ રહેલ હોવાથી સવારથી કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર આમ શિયાળામાં પણ સાર્વત્રિક વરસાદ આવી પહોચ્યો છે. મહેસાણા જીલ્લામાં પણ વડનગર, વિસનગર,ખેરાલું, સતલાસણા આમ તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં બનાસકાંઠાના કાંકરેજ, થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જેના કારણે ખેતી પાકમાં નુકસાનની સાથે સાથે રોગચાળાની પણ દહેશત ફેલાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભર શિયાળામાં રોડ રસ્તા અને ખેતરો પાણીમાં ફેરવાઇ ગયા છે.
જાણવા મળતી માહિતી અનુસાર શિયાળા ની ગુલાબી ઠંડી માં ખેડૂતો પોતાના પાક નો બગાડ થતા નિરાશ થઇ ગયા હતા જેમાં વહેલી સવાર થી લોકો પોત પોતાના નોકરી ધંધા જતા હોય છે પરંતુ વહેલી સવાર થી કમોસમી વરસાદ ના લીધે લોકો ધરમાં પુરાયા હતા ખેડૂત ની વાત કરીએ તો અત્યારે શિયાળા ની સીજન હોઈ એરંડા ,ડુંગળી ,ગવાર તેમજ નવા પાક ની વાવણી ધઉ ની વાવણી ની સાથે કમોસમી વરસાદ થવાથી ખેડૂતો ના ખેતર પાણી પાણી થઇ ગયા છે જો કે વાવેલ પાક પાણી માં તરી જતા ભારે નુકશાન ભોગવવા નો વારો આવ્યો છે તો બીજી બાજુ છેલ્લા ૫ દિવસ થી હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે જેમાં વાદળ છાયા વાતારણ થી ખેડૂતો ચિંતિત છે