આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે. ત્યારે ડીસામાં તમામ વિસ્તારના લોકોને ઘરે બેઠા આ યોજનાનો લાભ મળી શકે તે માટે નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરાયું હતું. ડીસા શહેરના ડીસા ના વોર્ડ નંબર છ માં પણ આજે આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્ય સારવાર મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના વોર્ડ નંબર છ માં પણ અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે ત્યારે આજે યોજાયેલા આ કેમ્પમાં 300 થી વધુ લોકોએ આયુષ્યમાન કાર્ડ મેળવ્યા હતા