બનાસકાંઠા ના વાવ તાલુકા ના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી કોંગ્રેસ ના નેતા દ્વારા ભાટકી દારુ ના ઠેકા પરથી ભરાવી ગુજરાત માં દારુ ધુસાડતા માવસરી પોલીસે પકડી પાડી કોંગ્રેસ ના નેતા સહીત ૪ લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ના ભાટકી દારુ ના ઠેકા પર થી ગુજરાત માં દારુ ની ગાડી આવતી હોવાની ખાનગી રાહે બાતમી મળતા માવસરી પોલીસ પેટ્રોલીગ માં હતી જે દરમિયાન બાતમી વાળી નંબર પ્લેટ વગરની સ્કોર્પીઓ ગાડી આવતા પૂછપરછ કરતા કરતા દારુ રાજસ્થાન થી લાવ્યો અને વાવ તાલુકા ના કોંગ્રેસ ના નેતા ના કહેવાથી ભાટકી થી ભરીને બાબુભાઈ આહીર રહે સાંતલપુર વાળા ને પહોચાડવા ની કબુલાત કરી હતી.જોકે ગાડી ની તપાસ કરતા દારુ ની બોટલ નંગ : ૨૬૬૦ કી.રૂ.૨૧૪૬૩૨ તેમજ સ્કોર્પીઓ ગાડી કિંમત : ૩૦૦૦૦૦ તેમજ મોબાઈલ નંગ:૧ કી.રૂ.૫૦૦૦ તેમજ બેગ માં રહેલ ૫૨૨૦રૂ કુલ મુદામાલ :૫૩૪૮૫૨ ના મુદામાલ ને ઝડપી મહેન્દ્ર કીશ્નારામ વિશ્નોઈ ,રામજીભાઈ રબારી ,શંકરભાઈ રામાભાઈ રબારી,ઠાકરશીભાઈ રબારી આકોલી તેમજ બાબુભાઈ આહીર ના વિરુધ માં પ્રોહીબીશન ગુના હેઠળ ફરિયાદ નોધી વધુ તપાસ હાથધરી છે.
કોંગ્રેસ ના નેતા એ શું કહ્યું…?
જે બાબતે અમારી મીડયા ટીમે કોંગ્રેસ ના નેતા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ માં ભાજપ ના મોટા નેતા એ અંગત રસ દાખવી રાજકીય કિન્નાખોરી કરી ને મને ફસાવવા માં આવ્યો છે.વધુ માં બનાસકાંઠા એસ.પી અને માવસરી પોલીસ સામે રાજીકીય કિન્નાખોરી સાથે એફ.આઈ .દાખલ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે