ધાનેરામાં ભાજપ તેમજ કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે બંને પક્ષ દ્વારા એક જ સમાજના ઉમેદવારની જાહેરાત કરતા ઈતર સમાજમાં ભારે રોશની લાગણી જોવા મળી રહી છે કોંગ્રેસ પક્ષમાંથી ઈતર સમાજમાં બળવંતભાઈ બારોટનું નામ ચાલી રહ્યું હતું જ્યારે ભાજપ પક્ષમાંથી ઈતર સમાજમાંથી માવજીભાઈ દેસાઈનું નામ ચાલી રહ્યું હતું પરંતુ એકપણ ઈતરકોમના ઉમેદવારને ટીકીટના ફાળવવામાં આવતા અન્ય સમાજોમાં ભારે રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે ધાનેરા તાલુકાના વાલેર ગામે ઈત્તર સમાજની બેઠક યોજાઇ હતી અને ઇતર સમાજમાંથી અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની તૈયારી કરવામાં આવી હતી આ બેઠકમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ભાજપના અગ્રણી માવજીભાઈ દેસાઈ કોંગ્રેસમાંથી બળવંતભાઈ બારોટ વિનુભા સોલંકી અશોક ભોજાણી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી બંને પક્ષનો વિરોધ કર્યો હતો અને ઈતર સમાજમાંથી અપક્ષમાં ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી કરી હતી
