૧૪મી ફેબ્રુઆરીના રોજ ઘણા લોકો વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે પરંતુ ધર્મપ્રેમીઓ વેલેન્ટાઈન ડે દિન ઉજવવાની જગ્યાએ માતૃ પિતૃ પૂજન કે શહીદ દિન તરીકે ઉજવે છે, ત્યારે થરાદની મોડેલ સ્કૂલ થરાદ ખાતે પવિત્ર પ્રેમની પવિત્ર અભિવ્યક્તિનો અનોખો ઉત્સવ એટલે માતૃ પિતૃ પૂજન દિન ઉજવ્યો હતો. દીપ પ્રાગટ્ય અને બહેનોના સ્વાગત ગીતથી શુભારંભ થયેલ કાર્યક્રમમાં શાળા પરિવારે ઉપસ્થિત મહાનુભાવોનું સાલ વડે સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું શાસ્ત્રોકત વિધીથી પૂજન કર્યું હતું, આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ કરશનભાઈ પઢાર, શાળા પરિવાર સહિત, મહાનુભાવો, વાલીગણ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.