બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે બુકણા ગ્રામ પંચાયતમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ શીલા ફલક પાસે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત ગ્રામજનો એ દીવા પ્રગટાવી અને પાંચ પ્રતિજ્ઞાઓ લીધી ત્યારબાદ વસુધા વંદન કાર્યક્રમ મુજબ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ કળશ યાત્રા લઈને સભા સ્થળ શ્રી બુકણા પ્રાથમિક શાળા ખાતે ગયા. ત્યાં ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રગ ગાન કરવામાં આવ્યું અને નિવૃત ફોજીઓનું સન્માન કરવામાં આવ્યું,
પટેલ રાણાભાઈ અરજણભાઈ, ઠાકોર રૂપશિભાઈ વધાભાઈ, ઠાકોર ચમનભાઈ રાસેગભાઈ, રાજપુત સુજાભાઈ પબાભાઈ, રાજપૂત ભરતસિંહ રામજીજી, અંતમાં ગ્રામ સભા ભરીને કાર્યક્રમને પૂરો જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી વિહાભાઇ રાજપુત, તલાટી શ્રી નરસિંહભાઈ દેસાઈ, તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પુંજાભાઈ ચૌહાણ,M.P.H.W ચૌહાણ પ્રકાશભાઈ .F.H.W તુવર બતુલબેન .તથા આશા બહેનો શિક્ષણ ગણ પંચાયત બોડીના સભ્ય તથા ગ્રામજનો આગણવાડી કાર્યકરો તથા શાળાના બાળકો બોહળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું..