ડીસા તાલુકા પંચાયત ખાતે આજે મોટી સંખ્યામાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ અનેક ગામના સરપંચોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમ જેમ સરપંચની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક ગામના સરપંચો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામના રમીલાબેન દશરથભાઈ સુથારે પણ આજે તેમના સમર્થકો સાથે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ તરીકે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું

સાત હજારની વસ્તી ધરાવતું આ ગામ માં અત્યાર સુધી 6 મહિલાઓએ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે છેલ્લા પાંચ વર્ષમાં રમીલાબેન સુથાર દ્વારા દરેક સમાજની સાથે રહી અનેક સેવાકીય કામો કરવામાં આવ્યા છે ત્યારે આજે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આસેડા ગામ યોજાનારી સરપંચની ચૂંટણી લઈ તેઓએ ફોર્મ ભર્યું હતું અને આગામી સમયમાં સરપંચની ચૂંટણીમાં વિજેતા બનશે તો ગામના વિકાસના કામો કરશે તેવું જણાવ્યું હતું..
ડીસા:મહાવીર શાહ