દાનવીર લોકો આજે ઘણી મોટી સંખ્યામાં આપણને જોવા મળે છે જે મોટું મોટું દાન કરીને સેવાના કામ કરતા હોય છે. આજે ગાયો માટે ઘણા લોકો મોટા મોટા દાન કરતા હોય છે અને આ દાન થકી ગૌશાળાઓ બનાવીને ગાયોનો ઉછેર કરતા હોય છે. આજે આપણે એક એવા જ સેવાના કામ વિષે જાણીને બે પરિવારે પોતાની ૫ – ૫ એકર જમીન દાનમાં આપી છે.બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના માડકા ગામ ના ગોહિલ ઓખાજી રૂડાજી ચાંદાજી પરિવાર તેમજ વાઘડા જેમલભાઇ જગાભાઈ પરિવાર દ્વારા શ્રી માઈયેશ્વર ગૌ શાળા માટે ભૂમિદાન કર્યું છે.જેમાં બંને દાતાઓ દ્વારા ૫-૫ એકર જમીન માટે ભેટ આપી છે. તો સમગ્ર ગામ અને સમાજ દ્વારા એમને આ કામ કરવા બદલ બિરદાવ્યા હતા અને તેથી તેમને સમાજનું નામ પણ રોશન કર્યું હતું. માઈયેશ્વર ગૌ શાળા દ્વારા ગૌ માતા ની કૃપા પ્રાપ્ત થાય તેમજ તેમના પરિવાર ની ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી .