બનાસકાંઠા ના માડકા ગામે બોડરીંગ માંથી નિવૃત થઈ આવતા સન્માન કરાયું

આજ રોજ બનાસકાંઠા ના વાવ તાલુકા ના માડકા ગામ માં રાજપૂત નારણ ભાઈ કેશરાજી અને રાજપૂત રતાજી પથુજી બોડરીંગ માંથી નિવૃત્ત થઈ આજે વતન માડકા આવતા સમાજ બંધુઓ અને ગામ લોકો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું , બહુ લાંબા ગાળા દરમિયાન સેવા આપી આજે માદરે વતન માડકા ખાતે આવતા ગામ લોકો દ્વારા સાફો પહેરાવી સાલ ઓઢાડી ફૂલહાર કરી આવકારવામાં આવ્યા હતા .આ પ્રસંગે પરિવાર જનો ,સમાજ બંધુઓ અને ગામ લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા ,અને નિવૃત્તિ જીવન ની શુભકામનાઓ પાઠવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *