૧ મહિના અગાઉ એસટી વિભાગ ના નિયામક દ્વારા સ્વચ્છતા અભિયાન રથ થરાદ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી

ગુજરાત સહીત દેશ માં રહેલી તમામ સરકાર દ્વારા સફાઈ માટે લાખો રૂપિયા આપવામાં આવે છે પરંતુ થરાદ એસટી ડેપોમાં સફાઈ નો અભાવ જોવા મળ્યો હતો. થરાદ એસટી ડેપોમાં ગંદકી જોવા મળતા મુસાફરો રોષ જોવા મળ્યો હતો . સ્વચ્છતા અભિયાન લઇને સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને સ્વચ્છતા જાળવી તેના માટે પણ લોકોને જાગૃતિ રાખવા માટેના કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે થરાદ એસટી ડેપો ની અંદર સફાઈ નો અભાવ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે ૧મહિના અગાઉ એસટી વિભાગ ના નિયામક દ્વારા સ્વચ્છતા અભિયાન રથ થરાદ પહોચ્ચ્યો હતો.બસ સ્ટેશન તેમજ બસ ને કચરા મુક્ત બનાવવા ની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.પરંતુ સમગ્ર મામલે ફરી એકવાર કચરાયુક્ત બસ સ્ટેશન દેખાતા બસ સ્ટેશન પર કામ કરતા અધિકારી સહીત સફાઈ કર્મચારી ઓ ની કામગીરી ને લઈને અનેક સવાલો ઉભા થયા છે.