ધાનેરા સરાલ રોડ પર બાયો વેસ્ટ નાખવામાં આવતા લોકો માં તર્ક વિતર્ક

ધાનેરા પંથકમાં હોસ્પિટલ દ્વારા નાખવામાં આવતો બાયો વેસ્ટ કચરા ને ખુલ્લેઆમ નખાતા અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થયેલ છે પરંતુ બાયોવેસ્ટ વેસ્ટ કયા  હોસ્પિટલ નો નાખ્યો તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ બનેલ હતું જે બાબતે ટી. એચ. ઓ દ્વારા જનરલ નોટિસ આપવા સિવાય કોઈ ઉપાય રહ્યો ન હતો પરંતુ આજે   ધાનેરા સરાલ રોડ પર બાયો મેડિકલવેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.જેમાંદર્દીઓને માટે ઉપીયોગ થયેલ સોય,ઇન્જેક્શન સહિતની લોહી વાળી ચીજો નજરે ચડે છે.આ મેડિકલ વેસ્ટ આરોગ્ય માટે અતિ જોખમી સાબિત થઈ શકે છે. બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય સ્થળે નાશ કરવાનો હોય છે.બાયો મેડિકલ વેસ્ટ જો કોઈ સામાન્ય વ્યક્તિને વાગી જાય તો તેના આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થઈ શકે છે.

ધાનેરાની હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા ફેંકવામાં આવે છે, જેમાં દર્દીને ઉપીયોગમાં લીધેલી સોય ઇન્જેક્શન, દવા વાળા ભરેલા ઇન્જેક્શન, બાટલો ચડાવીને ઉતારેલ લોહી વાળી નળી સહિતનો બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો.આ વિસ્તારમાંથી અનેક સ્થાનિકો કચરો ઠાલવવા આવે છે ત્યારે જો આ બાયો મેડિકલ વેસ્ટ વાગી જાય તો ગંભીર બીમારી ફેલાઈ શકે છે  અને આ વિસ્તારમાં  ખેતરોમાં રહેતા લોકો ને વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ કચરો અહીં ઠાળવો ન જોઈએ જેના કારણે અમારા સુધી ગંધ આવે છે અને રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના રહે છે  તેમજ પશુઓ કચરાપેટીમાં મોઢું નાખતા હોય છે તેમને પણ આ મેડિકલ વેસ્ટથી નુકશાન થઈ શકે છે. બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારની લાગવગ વગર કાયદેસરની કાર્યવાહી અને જવાબદારો સામે પગલાં ભરે તેવી લોકોની માંગ છે આવે તે જરૂરી બન્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version