- રિપોર્ટર ધાનેરા : રાજુભાઈ જોષી
ધાનેરા માં ચોમાસા દરમિયાન નગર પાલિકા ની કામગીરી અનેક સવાલો ઉભા કર્યા છે ન ક્યાય સારા રસ્તા છે ન ક્યાંય ગટર લાઈન પરફેક્ટ છે કે ન વરસાદી પાણી ના નિકાલ ની વ્યવસ્થા પરિણામે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હુસેની ચોક ખાતે સ્થાનિકો એ થાળી વગાડી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો વારંવાર રજુઆત છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિકો એ આક્રોશ પાલિકા સામે વ્યક્ત કર્યો હતો

બીજી તરફ ભીલ વાસ ની આસપાસ પણ આ જ દશા છે પાંચ હજાર કરતા વધુ લોકો નો વસવાટ છે આ વિસ્તાર માં છતાં પાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ જતા લોકો એ પાણી માં ઉભા રહી ને રામધૂન બોલાવી હતી બે માસ થી વરસાદી પાણી ની સાથે ગટર ના પાણી ભરાયેલા છે વિસ્તાર માં પાણી જન્ય રોગચાળા નો ભરડો છે અનેક બાળકો અને નાગરિકો બીમારી માં સ્પડાયા છે પાણી માંથી સ્થાનિકો ચાલવા મજબુર છે પાલિકા ફોટા પાડી ને કામગીરી કર્યા નો સંતોષ માને છે પણ નક્કર કામગીરી ન થતા સ્થાનિકો અને આ વિસ્તાર ની દશા અને દિશા ખરાબ છે

ધાનેરા પાલિકા ને વારંવાર રજુઆત કરવા જતા ઉડાઉ જવાબ આપવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે પાલિકા ક્યારેય પોતાની જવાબદારી સમજી કામગીરી કરશે એ કહેવું જ મુશ્કેલ છે