રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી.જેમાં ગત રોજ આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું હતું.જેમાં આજે મતગણતરી યોજાઈ હતી.જેમાં ૧ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતો માં ભાજપ નો ભગવો લહેરાતા વાવ ભાજપ ના આગેવાનો એ તેમજ તાલુકા ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ એ જીત નો જશ્ન ની ઉજવણી ફટાકડા ફોડી ને કરી હતી.

જેમાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ ,મહામંત્રી ભરતભાઈ સોઢા ,વાવ એ.પી.એમ.સી ના ચેરમેન નાગજીભાઈ પટેલ ,વાઈસ ચેરમેન ભુરાભાઈ આશલ,અગ્રણી ભગવાનભાઈ વ્યાસ ,પૂર્વ મહામંત્રી રામસેંગ ભાઈ રાજપૂત કેશરકૃપા,હીરાજી ગોહિલ ,વર્ધાજી રાજપૂત ,અમરતભાઈ રબારી ,પીરાભાઈ પરમાર ,ઉત્તમમાળી,લધુમતી સેલ ના પ્રમુખ અલ્લારખા ભાઈ ધાંચી ,ભાજપ યુવા મોરચા ની ટીમ ,પ્રવીણ ભાઈ રાઠોડ ,સહીત ભાજપના કાર્યકર્તા ઓ તેમજ નામી અનામી લોકો ઉપસ્થિત રહી ને જશ્ન મનાવ્યો હતો.

જેમાં ભાજપ અગ્રણી એ યે હૈ ન્યુઝ ઇન્ડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું.હતું કે ગુજરાત ની જનતા એ વિકાસ રાજનીતિ માં ભરોશો અને વિશ્વાસ મૂકી ને ૯૯ ટકા પરિણામ ભારતીય જનતા પાર્ટી ના તરફેણ માં આવ્યું છે.વધુ માં જણાવ્યું હતું કે ગુજરાત ની સમજુ અને સાણી પ્રજા નો આ તબ્બકે આભાર માન્યો હતો.