ગાંધી ના ગુજરાત માં દારુ ધૂસાડવા ના ષડ્યંત્ર ને લોકલ ક્રાઈમ બ્યુરો દ્વારા ચકના ચુર કરવામાં આવ્યું છે.જેમાં જીલ્લા પોલીસ ના વડા ના માર્ગદર્શન મુજબ જીલ્લા એલ.સી.બી.પોલીસ વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા વાવ ઢીમા રોડ પર આંબેડકર વાસ નગર પાટીયા પાસે નાકાબંધી કરતા હકીકત વાળું બોલેરો કેમ્પર ગાડી નંબર :GJ08CK9226 વાળી ગાડી ને ચેક કરતા ગાડી ના પાછલ ના ભાગે મુકેલા વેલ્ડીંગ ની પેટી ની આડાસ માં દારુ મળી આવ્યો હતો.જેમાં વિદેશી દારુ ની છુટક બોટલ :૧૯૭ કી.રૂ.૧૦૩૬૪૨ ,તેમજ મોબાઈલ ૧ કી.રૂ. ૫૦૦૦ તેમજ વેલ્ડીંગ ની પેટી ૧ કી.રૂ .૫૦૦૦,તેમજ બોલેરો ગાડી કી.રૂ ૫૦૦૦૦૦ ,તેમજ ના આરોપી પાસે થી કી.રૂ .૨૦૦૦ મળી આવતા કુલ મુદ્દામાલ કી.રૂ.૬૧૫૬૪૨ નો મુદામાલ કબજે કરી આરોપી લાધારામ ભારમલરામ રબારી ની અટકાયત કરી વાવ પોલીસ મથકે કાયદેશર ની કાર્યવાહી હાથધરી હતી.જેમાં પોલીસે આરોપી સાથે ની પૂછ –પરછ માં દારુ ભરાવનાર દિનેશરામ જોગારામ રબારી નું નામ ખુલ્લ્યું હતું.જે અંગે તપાસ વાવ પોલીસે હાથધરી છે.