ડીસા તાલુકાના વિઠોદર ગામે આવેલ આગ માતાના મંદિરે દર વર્ષે દિવાળીના દિવસે લોક મેળો ભરાય છે ત્યારે આ વર્ષે પણ દેવ દિવાળી ના પાવન દિવસ નિમિત્તે આજે લોકમેળો ભરાયો હતો જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને ગુજરાતમાં અનેક જગ્યાએ તહેવારોના સમયે લોક મેળાઓ યોજાતા હોય છે આજે પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક લોક મેળાઓ ભરાતા લોકો દૂર-દૂરથી મેળાનો આનંદ માણવા આવતા હોય છે. ત્યારે આજે હિન્દુ ધર્મના પર્વ ગણાતા એવા દેવ દિવાળીનો તહેવાર છે આજના દિવસે ડીસા તાલુકાના અનેક ગામોમાં લોક મેળાઓ કરતા હોય છે ત્યારે ડીસા તાલુકાના ગામે આવેલ આગ માતા ના મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે લોકમેળો ભરાયો હતો આ આગ માતાનું મંદિર 20 વર્ષથી પણ વધુ પોરાણિક છે જેના કારણે આ મંદિરે દર્શન કરવા માટે ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી લોકો આવતા હોય છે આજે યોજાયેલા આ લોકમેળામાં પણ ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં આગ માતા ના મંદિરે દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા જેના કારણે આજે પણ આ મેળામાં ગ્રામીણ સંસ્કૃતિ ના દર્શન થયા હતા