બનાસકાંઠા જીલ્લા ના થરાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી આનંદ કૃપા સોસાયટીના રહીશોને પીવાના પાણી માટે બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલે નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી યોગ્ય ધોરણે નિકાલ કરવા તાકીદ કરી છે જેમાં આનંદ કૃપા સોસાયટીમાં 200 જેટલા પરિવારો વસવાટ કરે છે જેઓને પાલિકા દ્વારા પીવાનું પાણી નહિ મળતાં સોસાયટીના રહીશોએ સાંસદ પરબતભાઇ પટેલને રજૂઆતો કરવામાં આવતાં રહીશોની રજુઆત ધ્યાને લઇ પરબતભાઇ પટેલે પાલિકા ચિફને પત્ર લખી જણાવ્યું હતું કે સોસાયટીના રહીશો પીવાના પાણીથી વંચિત રહી ગયેલા છે જેથી રજુઆતના પગલે યોગ્ય ધોરણે આનંદ કૃપા સોસાયટીમાં પાણીની વ્યવસ્થા કરી આપવા પત્ર દ્વારા ભલામણ કરી છે હવે જોવાનું એ રહ્યું કે પરબતભાઇ પટેલ બનાસકાંઠા જિલ્લાના સંસદ તરીકેની મોટી જવાબદારી નિભાવી રહ્યા છે જેથી તેઓના મત વિસ્તારમાં લોકોની સમસ્યા અંગે પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીને પત્ર લખી શકે એ તેઓના માટે સારી બાબત છે પરંતુ એક શહેરમાં આવેલી સોસાયટીમાં પીવાના પાણી માટે નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર પાઠવવામાં આવતાં સંસદ તરીકેની શરમજનક બાબત કહેવાય તેમ છે