દિયોદર માં આવેલી શ્રી સરસ્વતી વિદ્યા વિહાર પ્રાથમિક માધ્યમિક શાળા તિરુપતિ નગર કોટડા દિયોદર ખાતે સ્વ. અલ્પેશભાઇ મોતીભાઈ સોલંકી ના આજથી એક વર્ષ પહેલા મહેસાણા ના લાધણાજ હાઈવે રોડ ઉપર માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યું થયું હતું.સોલંકી પરિવારના સૌથી નાના પુત્ર નું માર્ગ અકસ્માતમાં મૃત્યું થતાં પરિવાર માં લાંબા સમય સુધી સોકમય વાતાવરણ ફેલાયું હતું.
જેને લઈને આજે 20 જુલાઈ 2023ના સ્વ. અલ્પેશભાઈ મોતીભાઈ સોલંકી ના પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે આજે શ્રી સરસ્વતી વિદ્યા વિહાર પ્રાથમિક માધ્યમિક શાળા તિરુપતિ નગર કોટડા દિયોદર ખાતે શાળાના KG થી ધોરણ 1થી 8 બાળકો ને બૂંદી, ગાંઠિયા અને ચોકલેટ ની પ્રસાદી રૂપે આજે શાળાના બાળકો ને આશિર્વાદ આપી માતા, પત્ની ભાઈઓ સહિત દેલમાળ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે શાળાના આચાર્ય શ્રી પ્રકાશ ભાઈ દેસાઈ દ્વારા સ્વ. અલ્પેશભાઈ મોતીભાઈ ના સોલંકી પરિવાર દ્વારા શાળાને ઉપયોગી દાન પુણ્ય સહિત સહયોગ આપવા બદલ શાળા પરિવાર અને બાળકો દ્વારા સ્વ. અલ્પેશભાઈ સોલંકી ને પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જ્યાં શાળા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત સ્વ.અલ્પેશભાઈ સોલંકી ના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.