ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી 9 અને 10 તારીખના રોજ મળી રહી છે. અમિત શાહની આગેવાની હેઠળ પેનલમાં નામો બંધ બારણે તૈયાર થયા બાદ દિલ્હીના દરબારમાં આ મામલે અંતિમ નામો પર મહોર મારવામાં આવશે. કેન્દ્રીય શીર્ષ નેતાઓ અને સીઆર પાટીલને પણ ત્યાં આ બેઠકમાં આમંત્રણ અપાયું છે. જેથી ભાજપની પ્રથમ યાદી જલદી બહાર આવી શકે છે.
આમ આદમી પાર્ટીના 182 ઉમેદવારોના નામની જાહેરાત લગભગ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેશ. કોંગ્રેસે પણ રાહ જોડવડાવ્યા બાદ શરૂઆત કરી દીધી છે પરંતુ ભાજપમાં મંથન આખરી બાકી છે. ચૂંટણીમાં ભાજપ આ વખતે સિનિયરોના નામ પર કાતર ફેરવી શકે તો પણ નવાઈ નહીં. વિજય રુપાણી સહીતના મોટા નેતાઓએ આ વખતે દાવેદારી માટે ફોર્મ પણ નથી ભર્યા. આ સિવાયના પણ સિનિયર નેતાઓ છે.
હવે યુવાનો કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગે છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે યુવાઓના કારણે પાર્ટીને વધુ તાકાત મળી શકે છે માટે ભાજપ આ વખતે 25 ટકા યુવાનોને ચાન્સ આપી શકે છે. આ માટે શહેરી વિસ્તારોમાં જ્યાં સંપૂર્ણ બહુમતી છે ત્યાં યુવાનોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવી શકે છે. ભાજપનો ગઢ ગણાતા આમદવા જિલ્લાની 21માંથી 12 સીટો પર મોટો ફેરફાર થવાની શક્યતા છે. આ મુદ્દે એવું પણ માનવામાં આવે છે કે, સિનિયર ગણાતા ધારાસભ્યોના પત્તા કપાઈ શકે છે.
અગાઉ કમલમ ખાતે સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં દરેક સીટ પર ત્રણ નામ નક્કી કરવામાં આવ્યા છે. જોકે, પક્ષના નેતાઓનું કહેવું છે કે અંતિમ નામ તરીકે કોઈ નામ પસંદ કરવામાં આવ્યું નથી. તે આગામી બે દિવસોમાં ચર્ચા બાદ જ નક્કી થશે.
ગુજરાતમાં, ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં નવા નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. અમદાવાદ ગ્રામ્યની ત્રણ બેઠકોમાં પણ મોટા ફેરફારો પણ થઈ શકે છે જેમાં નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 2017માં ભાજપે મોટાભાગની સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ આ વખતે કાર્યકરો માંગ કરી રહ્યા છે કે સ્થાનિક લોકોને તક આપવી જોઈએ. જો કે, અંતિમ મહોર પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ લગાવવામાં આવશે. જેથી આ ક્યાસ અત્યારથી જ લગાવવામાં આવી રહ્યો છે.