બનાસકાંઠા જિલ્લાના વડું મથક પાલનપુર નગરપાલિકા માં અગાઉ મહિલા પ્રમુખે રાજીનામુ આપતાં પ્રમુખ ની સીટ ખાલી પડી હતી અને પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપ પ્રમુખને સોપાવામા આવ્યો હતો ત્યારે આજરોજ ૧૨ /૧૦/૨૦૨૨ ના ૧૨ વાગે પાલનપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા માં નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા વોર્ડ નં 6 ના મહિલા સદસ્ય કિરણબેન રાવલ ને મેન્ડેડ આપવામાં આવ્યું હતુ. જયારે કૉંગેસ દ્વારા હાલમાં પાલિકાના વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોરને મેન્ડેડ આપવામાં આવ્યું હતું જેમાં અંકિતાબેન ઠાકોર ને 12 વોટ મળ્યા હતા જયારે કિરણબેન રાવલ ને 32 વોટ મળ્યા હતા જેથી કિરણબેન રાવલ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેના પગલે પાલિકા ખાતે તેમના સમર્થકોએ તેમને અભિનંદન પાઠવયા હતા..અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ પ્રમુખ ના વિરોધમાં ભાજપના જ 25 સભ્યો દ્વારા જીલ્લા ભાજપ મોવડી મંડળને લેટર લખી વિરોધ નોંધાવ્યો હતો અને પ્રમુખને હટાવવાની માંગ કરી હતી જેમાં કિરણબેન રાવલ દ્વારા લેટરમાં સહીના કરતા ભાજપ દ્વારા કદર કરીને આજે પાલિકા પ્રમુખ તરીકે મેન્ડેડ આપતાં પાલનપૂર નગરપાલિકાનું સુકાન કિરણબેન રાવલ ના હાથ માં સોંપ્યું હતું..