ખળભળાટ : ગુજરાત ના મુખ્યમંત્રી આપ્યું અચાનક રાજીનામું,ટૂંક સમય માં નામ જાહેર કરાશે ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :ગુજરાત

ગુજરાત ના સીએમ વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં જણાવ્યું કે, મારું માનવુ છેકે ગુજરાતના વિકાસની આ યાત્રા પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરી. સીએમ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આવ્યા હતા. ત્યારથી લઈને ગુજરાતમાં ભાજપ વિજય રૂપાણીને આગળ ધરીને ચૂંટણી જીતતા આવે છે. ગુજરાતમાં પાંચ વર્ષ શાસન પુરૂ કરનારા વિજય રૂપાણી ચોથા મુખ્યમંત્રી હતા.સૂત્રોએ દ્વારા મળતી માહિતી અનુસાર  ગુજરાતનાં રાજકારણની સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, રાજીનામાં સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર હતું. નોંધનીય છે કે આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતના ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.ત્યારબાદ રાજીનામું સોપ્યું હતું .હવે જોવાનું રહ્યું કે આગામી મુખ્યમંત્રી કોણ હશે ?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version