બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમા અલગ અલગ સાદી રેતીની લીઝો આવેલ છે, જેમાંથી સરકારશ્રી દ્વારા મંજુર થયેલ લીઝો માંથી નાની મોટી ટ્રકો અને હાયવા, ડમ્પરો દ્વારા રેતી ભરી નાના-મોટા રસ્તાઓ, રાજ્ય ધોરીમાર્ગો તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વહન કરતા હોય છે, અને જેના દ્વારા કયારેક અકસ્માતોના બનાવો બનતા હોવાથી, અને કયારેક ટ્રાફીક નીયમનમા અડચણ થતી હોવાથી આજ રોજ ડીસા તાલુકા વિસ્તારમા આવેલ સાદી રેતી લીઝ/કવોરીના માલીકો તથા ડમ્પર એસોસીએશન ની આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મીટીંગ યોજવામા આવેલ જેમા (૧) ડમ્પર માલીકોએ લાયસન્સ વગરના કોઇ ચાલકને વાહન નહી આપવા સુચન કરવામા આવેલ, અને હેવી લાયસન્સ ધારક ને જ પોતાનુ કીંમતી વાહન આપવા સુચના કરવામા આવી (૨) લીઝ/કવોરી ધારકોને ટ્રક/ડમ્પર તેની ક્ષમતા મુજબ જ રેત ભરવી, ઓવરલોડ ભરવી નહી, તેવી સુચના કરવામા આવેલ (૩) નશો કરીને આવેલ ચાલકની ટ્રક/ડમ્પર કોઇપણ સંજોગોમા રેત નહી ભરવા ખાસ સુચના કરવામા આવી, (૪) ટ્રક/ડમ્પરના વાહન ચાલકો એ પુરઝડપે અને ગફલત ભરી રીતે વાહન ચલાવવુ નહી, ટ્રાફીકના નીયમોનુ ચુસ્તપણે પાલન કરવુ, જેવી સખત સુચનાઓ આપવામા આવી, ટ્રાફીક નીયમન બાબતે પુરતો સહકાર આપવા અપીલ કરવામા આવી, અને જો સદરહુ સુચનાઓનુ પાલન નહી થાય તો સખત કાર્યવાહી કરવામા આવશે તેમ કવોરી/લીઝ એસોસીએશન તથા ડમ્પર એસોસીએશન ધારકો, તથા ડ્રાઇવરોને સુચના આપવામા આવી,