યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ગુજરાત JNU છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારકોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. જ્યારે ગુજરાત અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોઈ અન્ય પ્રોબ્લેમના કારણે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાયા નથી. જિગ્નેશ મેવાણી હાલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. તે 3-4 મહિનામાં પાર્ટી સાથે જોડાશે. સૂત્રોના સમાચાર મુજબ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવા નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી પર ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીએ મોટો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.
- કન્હૈયા કુમારે કોંગ્રેસ જોઈન કર્યા પછી શું કહ્યું ?
મને અને દેશના કરોડો યુવાઓને લાગવા માંડ્યું છે કે જો કોંગ્રેસ નહીં બચે તો દેશ નહીં બચે. જેથી કોંગ્રેસ જોઇન કરી છે. કોંગ્રેસ દેશનો સૌથી મોટો વિપક્ષ છે તેને બચાવવાની જવાબદારી છે. જો મોટું જહાજ નહીં બચે તો નાનું જહાજ પણ બચશે નહીં. દેશમાં હાલના સમયે વૈચારિક સંઘર્ષને કોંગ્રેસ પાર્ટી જ નેતૃત્વ આપી શકે છે. આ દરમિયાન કન્હૈયા કુમારે કોંગ્રેસને સૌથી લોકતાંત્રિક પાર્ટી ગણાવી છે.