2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. એ પછી દર વર્ષે 21 જૂને અલગ અલગ શહેરમાં તેની ઉજવણી અને કાર્યક્રમો કરવામાં આવે છે. ભારતના અનેક ઋષિમુનિઓએ યોગ, તપસ્યા, સાધના કરી છે , આ કાર્યક્રમ માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહે , માત્ર સરકારી કાર્યક્રમ ન બની રહે તે માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સૌ સાથે મળી “વસુધૈવ કુટુંબ” ની ભાવના સાથે સમગ્ર શહેરના બાળકો યુવાનો આ કાર્યક્રમમાં સહભાગી બને તે માટે તા. ૨૧ જૂન ૨૦૨૩ ના રોજ ડી. બી. પારેખ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ પર યોગ કાર્યકમ યોજાયો હતો આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, વસંતભાઈ પુરોહિત, પનાભાઇ પ્રજાપતિ, ડીબીપારેખ હાઈસ્કૂલ ના આચાર્ય ચેનજીભાઈ તેમજ શહેરના રાજકીય , સામાજિક અગ્રણીઓ નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શહેર ના આગેવાનો , તથા શાળાના વિદ્યાર્થી ઓ મોટી સંખ્યા માં તથા વાલી ઉપસ્થિતિમાં સુંદર રીતે યોગ કાર્યક્રમ યોજાયો હતો