ડીસા નગરપાલિકાની ભૂલના કારણે પાણીમાંથી મૃતદેહો ન મળી હોવાના આક્ષેપ થયા

ડીસાના જુનાડીસા ગામ પાસે બનાસ નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોની મૃતદેહો 24 કલાક બાદ પણ હજુ મળી નથી. ગઈકાલે બપોરે ત્રણ લોકો ડૂબતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ કરી હતી જોકે તંત્ર પાસે સ્થાનિક તરવૈયાઓ અને દોરડા સિવાય બીજા કોઈ સાધન સામગ્રી હતી નહીં. અને ઊંડાઈમાં પડેલી લાશ ને શોધવા માટે જરૂરી સાધન સામગ્રી હોવી જોઈતી હતી પરંતુ તે પણ ન હોવાના કારણે ત્રણ ચાર કલાક સુધી તપાસ કરતા મૃતદેહો મળી આવી ન હતી. બનાસ નદીમાં પાણી છોડાય તે પહેલા જ ચાર દિવસ અગાઉ 23 ઓગસ્ટ ના રોજ ડીસા ગ્રામ્ય મામલતદાર કે એચ તરાલે નગરપાલિકાને લેખિત જાણ કરી હતી. જેમાં જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે તળાવમાં પાણી ભરાતા પેટાળમાંથી મૃતદેહો ને શોધી કાઢવા માટે જરૂર હોય ત્યારે કોઈ જ સાધન સામગ્રી ઉપલબ્ધ હોતી નથી. તેવા પ્રસંગોનો અનુભવ થયો છે. જે ઘટનાઓને ધ્યાને લઈ તાત્કાલિક જરૂરિયાતના સાધનો વસાવવા ખાસ જરૂર છે અને આ સાધનોની ઉણપ હોય તો તાત્કાલિક સાધનોની ખરીદી કરવાની કાર્યવાહી કરશો. જો તે સમયે ડીસા નગરપાલિકાએ જરૂરી સાધનો વસાવ્યા હોત તો કદાચ ગઈકાલે જ પાણીમાંથી મૃતદેહો મળી આવી હોત. જોકે આજે ત્રણેય યુવકોની મૃતદેહો ને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ, ડીસા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને દાંતીવાડા ડેમની ટીમના 12 જેટલા લોકો શોધખોળના કામે લાગ્યા છે. પરંતુ હજી સુધી લાશો ન મળતા સ્થાનિકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *