ડીસા તાલુકાના થેરવાડા સહિત 6 ગામને જોડતાં માર્ગ પર સાઈન બોર્ડ ના હોઈ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને નવિન રોડની કામગીરી કરવામાં આવી છે પરંતુ દિશા સુચક બોર્ડ મુકવામાં ન આવતાં બહાર આવતાં જતા પ્રવાસીઓ અને વાહનચાલકો એક ગામ થી બીજા ગામ તરફ જતાં રહે છે જ્યારે મોંઘવારીનાં જમાનામાં પૈસા અને સમયનો વેડફાત થતો હોય તાજેતરમાં ધનપુરા ગામે ગામ પંચાયતના સચિવાલય ના લોકાપર્ણ પ્રસંગે આવેલ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાને ગામના જાગૃત નાગરિકો અને જાગૃત પત્રકાર મિત્રો દ્વારા રજુઆત કરવામાં આવી છે અને ધારાસભ્ય શશીકાંત પડ્યાં દ્વારા પણ રજુઆતોને ધ્યાનમાં લઇને તાત્કાલિક અસરથી લાગતાં વળગતા અધિકારીઓને દિશા સુચક બોર્ડ મુકવામાં આવે તેવી સુચનાઓ આપવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અઘિકારીઓ પોતાની આળસ ખંખેરીને દિશા સુચક બોર્ડ ક્યારે મુકે છે અને ધારાસભ્યના આદેશનું પાલન કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું..