આગામી દિવસો પાડોશી રાજ્ય માં ચુંટણી ને લઈને રાજસ્થાન અને ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ના પ્રવેશદ્વાર પર આચારસંહિતાના કડક અમલના પગલે મોટી રોકડ રકમની હેરાફેરી ન થાય તેમજ દારૂનો જથ્થો ન ઘુસાડાય એ હેતુથી હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છેબનાસકાંઠા જીલ્લા નો વાવ તાલુકો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા તાલુકો છે. તાલુકામાં ત્રણ થી વધુ જગ્યા ઉપર બોર્ડરને જોડતા રસ્તાઓ જોવા મળે છે. આ બોર્ડરો પર ગુજરાત પોલીસ દ્વારા પોલીસ ચોકી ઉભી કરી ચેકિંગ પોસ્ટો કાર્યરત કરી બોર્ડર સીલ કરવામાં આવી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડતાંની સાથે જ ગુજરાત પોલીસ એલર્ટ બની છે.દૈયપ ત્રણ રસ્તા ,બાખાસર ચેક પોસ્ટ ,તેમજ મીઠાવીચારણ ચેકિંગ પોસ્ટો ઉભી કરવામાં આવી છે.બોર્ડર પરથી દારૂ રૂપિયા નશીલા પદાર્થો મારક હથિયારોની હેરાફેરી ન થાય તે માટે પોલીસને 24 કલાક તૈનાત કરવામાં આવી છે.