ભારત પાકીસ્તાનની બોર્ડર ઉપર આવેલ ધરણીધર બી.ઓ.પી. ખાતેથી રણ બાજુથી એક માણસ સંકાસ્પદ ચાલતો આવતો હોઇ નામ કમાલકાન્ત જણાવેલ જે પૂરુ નામ ઠામ જણાવેલ નહી સદરે ઇસમ મધ્યમ બાંધાનો ઘંઉ વર્ણો સાડા પાંચ ફુટ જેટલી ઉંચાઇ છે તથા સદરે ઇસમના જમણા હાથના બાવડાના ભાગે દિલના નીશાનમાં અંગ્રેજી I LOVE you લખેલ છે તેના ઉપરના ભાગે પ્રાણી જેવુ નીશાન કોતરાવેલ છે. તથા જમણા હાથના પંજાના ઉપરના ભાગે ઓમ કોતરાવેલ છે. તથા જમણા હાથના કાડાના ઉપરના ભાગે KAMLA.KANT. કાળા અક્ષરે કોતરાવેલ છે. તેના જમણા હાથની વચ્ચેની મોટી આંગળી અડધી કપાયેલી છે તો ઉપરોકત વર્ણન વાળો એક ઇસમ મળી આવેલ હોઇ કાયદેસરની કાર્યવાહી કરવા માવસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો ઉપરોકત નામ તથા વર્ણન વાળા ઇસમ ગુમ થયેલ હોઇ તો માવસરી પો.સ્ટે.નો સંપર્ક કરવા વિનંતી છે.