દેશના લોકો માટે રવિવારના દિવસે એવી ખબર આવી કે જેણે આખા દેશનું દિલ તોડી નાખ્યું. ભારતની કોકિલા કહેવાતી દીગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું નિધન થઇ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા. અને એમની હાલત ખુબ ગંભીર હતી. લતા મંગેકશકરે માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર દુનિયાભરમાં પોતાની અવાજના જાદુથી લોકોનું દિલ જીતી લીધું. એમના નિધનથી રાજનીતિ તેમજ રમત ગમત તેમજ મીડિયા જગત ના મોટા દિગ્ગજ હસ્તીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી લતા મંગેશકરને થોડા દિવસો પહેલા મુંબઈની મધ્યમાં આવેલી કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો.તે બાદ તેને વેન્ટિલેટર પરથી પણ ઉતારી લેવામાં આવ્યા હતા . જો કે શનિવારે તેમની તબિયત ફરીથી બગડી હતી, જેના કારણે તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારે તેમના મૃત્યુના સમાચાર સામે આવતા, સમગ્ર દેશમાં શોકની લહેર છે
વધુમાં લતા મંગેશકર (Lata Mangeshkar)ના નિધન પર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોક ની જાહેરાત કરી છે. લતા મંગેશકરના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે દેશે પોતાનો અવાજ ગુમાવ્યો છે. લતા મંગેશકર દેશ માટે કોઈ વારસાથી ઓછા ન હતા. તેમને વર્ષ 2001માં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.