સુઇગામ તાલુકા ની અભણ અને લાચાર જનતા ના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવા કરાઈ માંગ
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સરહદી પંથક હાલમાં કોરોના ની મહામારી એ આતંક મચાવ્યો છે તયારે ગુજરાત સરકાર દ્રારા ગાઈડ લાઇન જારી કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે સોસિયલ ડિસન્ટ રાખવું,માસ્ક ફરજીયાત પહેરવું,લોકો એ ટોળે ન વળવું વિગેરે જેવી બાબતો નું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે પરંતું આ સુઈગામ તાલુકા માં બની બેઠેલા બોગસ ડોક્ટરો આ સરકાર ની ગાઈડ લાઇન ના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે,પોતાના ખિસ્સા ભરવા માટે ગરીબ જનતા ને મોટા પ્રમાણ માં એકઠા કરી સારવાર કરી રહ્યા છે,જેનાં હિસાબે આ સુઇગામ તાલુકા માં કોરોના ની મહામારી વધું ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે તો આવી કોરોના ની દહેશત ફેલાવતા અને ગરીબ પ્રજા ને લૂંટતા સરહદી સુઈગામ તાલુકા માં ગામડે ગામડે (અન- અધિકૃત )દવાખાના ખોલી બોગસ તબીબ બની બેઠેલા આવા ગેર કાયદેસર તબીબો તાલુકા ની અભણ અને મજબૂર પ્રજા સાથે ખૂબ મોંઘા ઇંજેકશન તેમજ બાટલા ઓ ચડાવી ખૂબ જ મોટી ફી વસુલી સરેઆમ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે,આવા બોગસ ડોક્ટરો વિરૂદ્ધ ના અહેવાલો વારંવાર અખબાર માં આવતા હોય છે તેમ છતા પણ આરોગ્ય વિભાગ ઊંઘતૂ હોય તેવું લાગી રહ્યુ છે,આમ ડીગ્રી વગર ના તબીબો પોતાની જાતને ડૉક્ટર તરીકે ઓળખાવી ગરીબ પ્રજા ને લૂંટી રહયા છે છતા પણ આરોગ્ય વિભાગ આ વાતથી અજાણ હોય તેવું લાગી રહ્યુ છે,આમ સુઇગામ તાલુકા ની માનવ જાતની આરોગ્ય સાથે ચેડાં કરતા, ખીલવાડ કરતા અને ખૂબ જ મોંઘી ફી વસુલતા બોગસ તબીબો વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ઇન્ડિયન હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ના બનાસકાંઠા જીલ્લા અધ્યક્ષ શ્રી અમૃતજી ઠાકોરે સંસ્થા ના લેટરપેડ ઉપર તારીખ ૪/૫/૨૦૨૧ ના રોજ સ્પીડ પોસ્ટ ના માધ્યમ દ્રારા બનાસકાંઠા જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી -પાલનપુર ને લેખિતમાં બોગસ ડોક્ટરો વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી તાલુકા ની આમ જનતા ને કોરોના જેવી ભયંકર મહામારીમાં થી ઉગારી લેવા માટે ગુજારીસ કરી છે,હવે જોવાનું એ છે કે જીલ્લા આરોગ્ય વિભાગ આવા બોગસ તબીબો સામે કાર્યવાહી કેવી કરે છે તે તો આવનાર સમય જ બતાવશે...