ભારતીય વૈજ્ઞાનિકોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે અને દેશનું નામ રોશન કર્યું છે. હકિકતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ બુધવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.એર ચીફ માર્શલ V R ચૌધરી અને અન્ય સંરક્ષણ અધિકારીઓ મિસાઈલ પરીક્ષણના સમયે હાજર રહ્યા હતા. સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.