
ભારતે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને હરાવી પાંચ મેચની શ્રેણીમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. ગઈકાલે પુણેમાં 182 રનના લક્ષ્યાંકના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી જ્યારે વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ 53-53 રન બનાવ્યા.
શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આવતીકાલે મુંબઈમાં રમાશે.