બનાસકાંઠા ના ડીસા તાલુકાના ધાનપુરા ગામે નવીન ગ્રામ પંચાયતનું ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે દરેક ગામની શોભા તેના રસ્તા લાઈટ અને સ્વચ્છતા ના આધારે હોય છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ લાઈટ અને પાણી સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો થકી તેમની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ તમામ સુવિધાઓ પુરી પાડવા માટે ગ્રામ પંચાયત ની જરૂર હોય છે.ત્યારે આજે ડીસા તાલુકાના ધાનપુરા ગામે નવીન ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ધાનપુરા ગામ માં બનેલ નવીન ગ્રામપંચાયતનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ગ્રામપંચાયત ઉદ્ઘાટન પસંગે સરપંચ જેબરબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે ધાનપુરા ગ્રામપંચાયતના ઉદ્ઘાટન પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, મહામંત્રી બાબુસિંહ વાઘેલા, જીલ્લા પંચાયત ડેલીગેટ રાજાભાઈ પટેલ, તાલુકા ડેલીકેટ વિજુભા વાઘેલા, વિપુલભાઈ દવે, વસંતભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ ભાટી, નરેશભાઈ ચૌધરી, દર્શનભાઈ માળી સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.