સરહદી બનાસકાંઠા સૌથી મોટી એટલે કે અંદાજીત ૧૨૦૦૦ ની વસ્તી ધરાવતી વાવ ગ્રામ પંચાયત માં સરપંચ તેમજ સભ્યો ના ફોર્મ ભરવાના ચોથા દિવસે વાવ ગ્રામ પંચાયત ના પાંચમાં ઉમેદવારે ઉમેદવારી નોધાવી છે જેમાં વાવ ના ગ્રામપંચાયત ના સરપંચ ઉમેદવાર તરીકે ગગીબેન બળવંત સિંહ ચારડીયા ઉમેદવારી નોધાવી છે

જેમાં ટેકેદાર તરીકે અલ્પેશભાઈ દુદાજી ચારડીયા તેમજ ગામ ના આગેવાનો તેમજ પરિવારજનો અને ગામના સાહ સહકાર થી હાજર રહી ઉમેદવારી નોધાવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમય થી પોતાના વિસ્તાર ના અનેક પ્રશ્નો હોઈ પ્રશ્નો નું નિરાકરણ ના થવા ના કારણે અંતે સરપંચ ઉમેદવાર નું ફોર્મ ભરી ઉમેદવારી નોધાતા વાવ ગામ માં કુતુહલ મચી જવા પામ્યું છે.