ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓ ની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. થેરવાડા ગામે પણ રખડતા પશુઓથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા થછે આજે વધુ એકવાર થેરવાડા ગામ માં મુખ્ય માર્ગ પર જ બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને 10 મિનિટ સુઘી લડતા આખલાઓએ માર્ગને બાનમા લઈ લીધો હતો. વાહનચાલકો એ પણ દૂર સલામત સ્થળે ઊભા રહેવાની ફરજ પડી હતી. થેરવાડા ગામમાં રખડતા પશુઓ અવારનવાર આ રીતે લડતા રહે છે જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા રખડતા પશુઓની સમસ્યાથી ગ્રામજનોને મુક્તિ અપાવે તેવું સ્થાનિકોએ ઇચ્છી રહ્યા છે . . .