બનાસકાંઠાના ડીસાના ગુલબાની નગર વિસ્તારમાં નાળાનો સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ ઉંડી ગટરમાં ખાબકી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ગાયને સહી-સલામત બહાર નીકાળી સ્થાનિકો તેમજ પાલિકા ની તેમે ત્રણ કલાક રેસ્ક્યુ કરી ગાઈ ને બહાર નીકાળાઈ ડીસાના ગુલબાની નગર વિસ્તારમાં આજે નાળાનું સ્લેબ તૂટતાં ગાય 20 ફૂટ અંદર ગટરમાં ખાબકી હતી આ અંગેની જાણ સ્થાનિક લોકો તેમજ દયા પ્રેમીઓ અને પાલિકાની ટીમ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ ગાયને રેસ્કયુ કરી બચાવી હતી સ્લેબ અચાનક ધરસાઈ થતા ઘટના ઘટી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ગુલબાણી નગર વિસ્તારમાંથી પસાર થતા નાળા પર બનાવેલ સ્લેબ આજે અચાનક ધરાશાયી થયો હતો.જે બાદ આજે નાળાના તુટેલા સ્લેબમાં અચાનક ગાયનો પગ લપસી જતા ગાય તુટેલા નાળામાં ખાબકી હતી બનાવ ના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા અને બનાવ ની જાણ તાત્કાલિક નગરપાલિકા સ્થાનિક કોર્પોરેટર શૈલેશભાઈ રાજગોરને તેમજ જીવદયા પ્રેમીઓને જાણ કરાતા દોડી આવ્યા હતા. ડીસા પાલિકા પ્રમુખે તાત્કાલિ પાલિકા ટીમને મોકલી અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને જાણ કરવામાં આવતા તાત્કાલિક નગરપાલિકાના કર્મચારી બળવંતભાઈ ઠાકોર તેમની ટિમ લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ૩ કલાકની ભારે જહેમત બાદ બહાર કઢાઈ હતી