યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા
શ્રાવણ માસના છેલ્લા સોમવારે સરહદી પંથક ના વાવ- સુઈગામ ના અંતરિયાળ ગામો ના શિવાલયોમાં જનમેદની ઉમટી છે. મંદિરોમાં હર-હર મહાદેવ ની ગૂંજ સર્વત્ર ગુંજી રહી છે. ભાદરવી અમાસની સાથે સોમવાર હોવાથી સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે. જેનું મહત્વ વિશેષ હોવાથી ભાવિકો દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરોમાં પૂજા અર્ચના કરતાં જોવા મળ્યાં છે. હિન્દુઓ માટે પવિત્ર એવા શ્રાવણ માસની આજે પુર્ણાહુતિ પહેલાં ભક્તો મંદિરોમાં દર્શન -પૂજા માટે મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં છે. હાલની સ્થિતિના પગલે મોટા ભાગના મંદિરોમાં ભીડ હોવા છતાં માસ્કનો આગ્રહ મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા રાખવામાં આવી રહ્યો છે. ભાદરવી અમાસ ના દિવસે દરેક મંદિરો માં હવન કરી શ્રાવણ માસ પુર્ણાહુતિ કરવામાં આવી રહી છે