બનાસકાંઠા જિલ્લા માં વાવ તાલુકામાં ગત 2015 અને 17વર્ષ ના પૂર બાદ ફરી પૂર જેવી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ હતુ.જેમાં બીપોરઝોય વાવાઝોડા બાદ ભારે વરસાદ ખાબકતા વાવ ની ભાચલી ના સિમ વિસ્તારો તેમજ ડેડાવા ગામ ની દૂધ ડેરી ,કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આંગડવાડી સહિત ગામ માં ધરો માં પાણી તેમજ ખેતરો માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.આ અંગે અમારી મીડિયા ટિમ ના પ્રતિનિધીએ વાવ ના ભાચલી અને ડેડાવા ગામ ની મુલાકાત લીધી હતી.અને લોકો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.આખા ગામ માં પાણી ભરાઈ ગયું છે.તેમજ ગામ ના લોકો ની હાલત કફોડી છે.ગામ ના વીજપુરવઠો બંધ છે .તેમજ બધા ધરો માં પાણી ભરાયું હોવાનું જણાવ્યું હતું.

વધુ માં સમગ્ર મામલે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ વાવ મામલતદાર કે.એચ.વાઘેલા સાથે વાતચીત કરી હતી.અને જણાવ્યું હતું.દર વખત ની જેમ આ વખતે પાણી ભરાયું છે.તેમજ આ પાણી ભરાયા નું મુખ્ય કારણ રોડ ના નીચે સાફ સફાઈ ના અભાવે નાળું ભરાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.તેમજ વાવ મામલતદાર કચેરી દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર દિયોદર માર્ગ અને મકાન વિભાગ ને કડક શબ્દો માં નોટીસ પાઠવી હતી.અને આ નોટીસ બાબતે ગંભીરતા નહિ દાખવો તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ કલમ ૫૬ હેઠળ કાયદેશર ની કાર્યવાહી હાથધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.